મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પાવાગઢમાં હટાવાયેલી જૈન મૂર્તિઓની પુનઃસ્થાપનાનું કામ શરૂ

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદર

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. આખરે જૈન સમાજના ભારે વિરોધ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા હટાવાયેલી જૈન મૂર્તિઓની પુનઃસ્થાપનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો :  “જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી”, પાવાગઢ મામલે જૈન મુનિનો રોષ

વર્ષો જૂની જૈન મૂર્તિઓ માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ હતી એ જ સ્થિતિમાં પાછી સ્થાપિત કારમાં આવશે. આ જૈન મૂર્તિઓ હટાવતા જૈન સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને અનેક મોટા જૈન સાધુ- મહારાજના નિવેદનો પણ સામે આવ્યાં હતા. 

22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત 

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં અમારાં આવેદનપત્રની અવગણના કરીને આજે મૂર્તિઓ તોડી નાખવામાં આવી.

આ સમાચાર શેર કરો