મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સ્માર્ટ મીટર કે લૂંટ મીટર?, વડોદરામાં 9 લાખ બાદ અમદાવાદમાં આવ્યું 6.77 લાખનું બીલ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. આ પ્રીપેડ સ્મ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. આ પ્રીપેડ સ્માર્ટ મીટર થાકી વીજકંપનીઓ આડેધડ બીલ ફટકારી રહી હોવાનો નાગરિકોનો આરોપ છે. જુના મીટરમાં જે બીલ આવતું હતું નવા મીટરમાં તેનાથી ડબલ કે તેનાથી પણ વધારે બીલો આવી રહ્યા છે. વડોદરામાં તો એક ગ્રાહકને 9 લાખ રૂપિયા બિલ આવ્યું, તો હવે અમદાવાદમાં પણ એક ગ્રાહકને 6.77 લાખનું બીલ આવ્યું છે. 

મહિને 20,000ની આવક ધરાવતા પરિવારને 6.77 લાખનું બીલ

અમદાવાદના નરોડા વિસ્તારમાં સરકાર હસ્તકની ઉત્તર ગુજરાત વીજકંપની લિ.- UGVCLએ સ્માર્ટ મીટર નાખ્યા છે. નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા ચૌહણ રેખાબેન રાજેશભાઈને જુનું મીટર હતું તેમાં મહિને 4થી 5 હજાર રૂપિયા બિલ આવતું હતું. જો કે નવું સ્માર્ટ મીટર નાંખ્યા બાદ તેમને ચાલું મહિનાનું બીલ  રૂ.6,77,873.12 આવ્યું છે.   રેખાબેને જુના મીટરનું રૂ.3590 બીલ ભર્યું હોવા છતાં આ નવા મીટરમાં 6.77 લાખનું બિલ આવ્યું છે. મહિને 20,000ની આવક ધરાવતા આ પરિવારને પોણા 7 લાખનું બીલ આવતા પરિવાર મૂંઝવણમાં મુકાયો છે.

આ સમાચાર શેર કરો