VIDEO: વડોદરાની SSG હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર, દર્દીઓને હાલાકી
વડોદરાની સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો આજે વિવિધ પડતર માંગણીઓ સાથે અચોક્કસ
વડોદરાની સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો આજે વિવિધ પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની સુરક્ષા અને હક્કોને લઈને ડોક્ટરોએ કામગીરીનો બહિષ્કાર કરતા હોસ્પિટલની સારવાર સેવાઓ પર માઠી અસર પડી છે. દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા છે. ન્યાય ન મળે ત્યાં સુધી ડોક્ટરોએ લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.


