VIDEO: વડોદરામાં તાપમાન 40 ડિગ્રીને પાર જતાં નાગરિકો ત્રાહિમામ, કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
વડોદરા શહેરમાં ગરમીએ માજા મૂકી છે, આજે સતત બીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છ
વડોદરા શહેરમાં ગરમીએ માજા મૂકી છે, આજે સતત બીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધવાની આગાહી કરી છે, જેને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનચાલકો પણ ગરમીથી બચવા મોઢે રૂમાલ અને ચશ્મા જેવા પ્રોટેક્શન સાથે જોવા મળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ પર સૂનકાર જોવા મળે છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે.

