Video: જમીન કૌભાંડ કેસમાં સંડોવાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને હવે જ્યુડિશિયલ કસ

સોર્સ: GSTV

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં અમદાવાદમાં ઇડીની વિશેષ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે આરોપી ચંદ્રસિંહ મોરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

જમીન NA કૌભાંડ મામલે EDએ દરોડા પાડી મોરીના ઘરેથી ૬૭.૫૦ લાખ રૂપિયાનું રોકડ અને મહત્વની ફાઈલો જપ્ત કરી હતી. કૌભાંડની અસરરૂપે આઇએએસ રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ કલેક્ટરોના નજીકના અધિકારીઓ પર પણ કાર્યવાહી થવાની અટકળો વહેતી થઈ છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત