VIDEO: વડોદરામાં ભારત-સ્પેનના વડાપ્રધાનના રોડ શોને લઇ રિહર્સલ, જાણો કાર્યક્રમ
એક બાજુ પ્રકાશના પર્વને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ 28 ઓક્ટોબરના રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇ
એક બાજુ પ્રકાશના પર્વને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ 28 ઓક્ટોબરના રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરા આવી રહ્યા છે. જેના પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ વડાપ્રધાનને આવકારવા માટે વડોદરાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
પીએમ મોદી અને સ્પેનનાં વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની વડોદરા મુલાકાતને લઇ આગમન સ્થાન એરપોર્ટથી લઇ કાર્યક્રમ સ્થળ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પલેક્ષ સુધી આજે પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ હતું. ફાઈનલ એસેમ્બલી લાઈનના ઉદ્દઘાટન દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહેશે.
સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝ 27મીએ રાતે આવશે
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ 27મી તારીખે રાતે આવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી સવારે આવશે. તેમજ પોલીસ કમિશનર દ્વારા રૂટ પર નો પાર્કિંગ તેમજ ક્યા રૂટ બદલવામાં આવ્યા છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
ખુલ્લી જીપમાં બેસી રોડ શો કરશે
વડોદરા એરપોર્ટથી કુડીયાનગર પાસે આવેલા ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પલેક્ષ સુધીના 2.8 કિલોમીટરના રૂટમાં બન્ને દેશના વડાપ્રધાનો ખુલ્લી જીપમાં બેસી રોડ શો કરશે. હજારો વડોદરાવાસીઓ બંને પીએમનું સ્વાગત કરશે.
રાજમાર્ગોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા
વડોદરામાં વડાપ્રધાનની મુલાકાતના પગલે રાજમાર્ગોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે. એરપોર્ટ પર પણ વિઝીટર માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. આધુનિક ઈક્વિપમેન્ટ સાથે વિવિધ એજન્સીઓ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવશે. 10થી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટોના આગમનને લઈ એરપોર્ટ મોડી રાત સુધી ધમધમતું રહેશે.
પીએમ મોદીનો કાર્યક્રમ
09:30 AM હરણી એરપોર્ટ ખાતે પહોંચશે
09:35 AM એરપોર્ટથી રોડ શો
09:45 AM ટાટા એરબસ હેન્ગર ખાતે પહોંચશે
09:55 AM ફાઈનલ એસેમ્બ્લી લાઈનનુ ઉદ્ઘાટન
10:30 AM નરેન્દ્ર મોદી સ્પીચ આપશે
11:00 AM લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે
11:05 AM ગ્રુપ ફોટો, પેલેસનું બ્રીફિંગ, ડેલીગેશન લેવલ ટોક્સ, કરાર કરશે
11:50 AM પેડ્રો સાંચેઝ સાથે લંચ લેશે
01:05 PM હરણી એરપોર્ટથી નીકળશે








