માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો; ફેવિક્વિકથી 9 વર્ષના માસૂમની પાંપણો ચોંટી ગઈ
રાજસ્થાનના બાંસવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યા

રાજસ્થાનના બાંસવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માસૂમ બાળકની આંખો ફેવિક્વિક જેવી અત્યંત મજબૂત ગુંદરના કારણે ચોંટી ગઈ હતી. આ ઘટના વાલીઓ અને શાળાના સંચાલકો માટે એક ગંભીર લાલબત્તી સમાન છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થામાં ગંભીર બેદરકારીની ઘટના બની છે. અહીં એક 9 વર્ષનો બાળક શાળામાં રમી રહ્યો હતો ત્યારે અચાનક ફેવિક્વિક તેની આંખમાં લાગી ગઈ હતી. ગુંદર એટલો શક્તિશાળી હતો કે પળવારમાં જ બાળકની પાંપણો ચોંટી ગઈ હતી. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે




