VIDEO: ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું, શાળા કોલેજ બંધ રહેશે
અમરેલી જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લ

અમરેલી જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં પર આવી ગયું છે...આ સ્થિતિના કારણે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....લાઠી નગરપાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઈકથી લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થાને રહેવાની સૂચના આપી છે....તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે....આ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે...અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. વહીવટી અધિકારીઓએ તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે.




