VIDEO: પંચમહાલમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદ દરમિયાન પાવાગઢના પગથિયા રહેશે બંધ
પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર સ્ટેન્ડ બાય મોડ પર છે, જેમાં SDRFની 2 અને NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે અને જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાશે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રાખી તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદ ચાલુ રહેશે તો પાવાગઢના પગથિયાં તાત્કાલિક બંધ કરાશે. કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને અપીલ કરી છે કે વહેતા પાણીમાં વાહન ન ચલાવો અને બિનજરૂરી બહાર ન નીકળો.




