VIDEO: પંચમહાલમાં વિદેશ મોકલવાના બહાને લાખોની ઠગાઈ: મોરડુંગરાના શખ્સની ધરપકડ
પંચમહાલ જિલ્લામાં વિદેશ મોકલવાના સપના બતાવી લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો સન

પંચમહાલ જિલ્લામાં વિદેશ મોકલવાના સપના બતાવી લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકાના ૧૨ જેટલા લોકોને વિદેશ મોકલવાના બહાને અંદાજે ₹૧૮ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે પોલીસે મોરડુંગરા ગામના કલ્પેશભાઈ પટેલીયા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




