Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Megharaja's grand entry in Panchmahal, followed by rain showers after the heat

VIDEO: પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઉકળાટ બાદ વરસાદી ઝાપટાં

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં મોડીરાત્રે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ધીમી ધારે વરસવાની શરૂઆત કરી હતી. શહેરમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દલવાડા, તાડવા, હોસેલાવ અને ઝોઝ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. એકાએક ફૂંકાયેલા પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. વરસાદના આગમનથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બીજી તરફ, વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store