મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં ભાજપ કાર્યકરની હત્યાના આરોપીઓ સાથે ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન, લોકોના ટોળેટોળા ઉમટ્યા

મહેસાણાના વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કર

મહેસાણાના વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. તાવડીયા ચોકડી પાસે થયેલી આ હત્યાના સ્થળે આરોપીઓને ગુનાના રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે વિસનગર લિંક રોડ ઉપર આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.

કાળઝાળ ગરમી હોવા છતાં આરોપીઓને અડધો કિલોમીટર સુધી ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થળ પર હજારોની સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો