Video: છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં બળવો, 17 સભ્યોનો ચીફ ઓફિસરને પત્ર

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં થયો બળવો થયો છે. ઉપપ્રમુખ સહીત 17 સભ્યોએ નવા પ્રમુખની રચના થતાની સાથે જ 17 સભ્યોની સંમતિ વગર વિકાસના કામોના બિલની ચુકવણી નહિ કરવા ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. વોર્ડ નંબર ૪ ના રજનીબેન રાઠવાની પ્રમુખ તરીકે પસંદગી થતાં જ ગણતરીના કલાકોમાં ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ બળવો પોકારી ચીફ ઓફિસરને પત્ર સોંપ્યો છે. આ પત્રમાં ભાજપના ૬, સમાજવાદી પાર્ટીના ૬, અપક્ષના ૩ અને કોંગ્રેસના ૧ સભ્યએ સહી કરીને સ્પષ્ટ માંગ કરી છે કે તેમની મંજૂરી વિના રૂ. ૮ કરોડના વિકાસ કામોના બિલ પાસ ન કરવા કે નવી ભરતી ન કરવી. બહુમતી સભ્યોના આ વિરોધના કારણે હાલ તમામ વિનિયોગ અટકી જવાની સ્થિતિ સર્જાઈ છે. ચીફ ઓફિસરે પણ સ્વીકાર્યું છે કે બહુમતી સભ્યોની સહીઓ વિના ચૂકવણી શક્ય નથી. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં જ આ રીતે પ્રમુખની સત્તા છીનવી લેવા મોરચો મંડાતાં આગામી દિવસોમાં પાલિકાનો વિકાસ અટકી પડવાની અને પ્રજાની દિવાળી બગડવાની આશંકા સેવાઈ રહી છે.








