મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: છોટાઉદેપુરમાં MGVCLની ગંભીર બેદરકારી: ખુલ્લા ટ્રાન્સફોર્મર બન્યા જીવલેણ

છોટાઉદેપુરમાં એમજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં સો ટકા કામગીરી પૂર્ણ કર્યાના દાવા વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લા ટ્રાન્સફોર્મર જોવા મળ્યા છે. ક્યાંક ટ્રાન્સફોર્મરના બોક્સ ખુલ્લા છે, તો ક્યાંક વીજવાયરો લટકતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકો અને પશુઓ માટે જોખમ સર્જાવાની ભીતિ છે. સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં એમજીવીસીએલ તંત્ર આ જોખમી ટ્રાન્સફોર્મરોને સુરક્ષિત કરશે ખરું?

આ સમાચાર શેર કરો