Video: છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ક્રાંતિકારી મશાલ પેનલ બિનહરીફ વિજેતા

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 24 તારીખે યોજાનારી ચૂંટણી અગાઉ જ મોટો વળાંક આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની અંતિમ તારીખે ગુલાબ પેનલના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. આ પગલાના પરિણામે ક્રાંતિકારી મશાલ પેનલના તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં માધુ રાઠવા સતત બીજી વખત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત મહામંત્રી પદે રાકેશ પટેલ અને ઉપપ્રમુખ પદે અરુણ રાઠવા સહિત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થતા શિક્ષક આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.





