મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: છોટાઉદેપુરમાં સરકારી બેદરકારી! ૬ હજાર ખેડૂત કીટો ગોડાઉનમાં ધૂળ ખાય છે

છોટાઉદેપુરમાં ખેડૂતો માટેની બિયારણ અને ખાતરની 6 હજાર જેટલી કીટો જીએનએફસીના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી કીટોનું વિતરણ નહીં થતાં કોંગ્રેસના આગેવાનોએ ડેપો પર પહોંચી સવાલો ઉઠાવ્યા હતા. શિયાળુ પાકની વાવણીની સિઝનમાં ખેડૂતો બિયારણ અને ખાતરની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ બેઠકની સૂચનાની રાહ જોતા હોવાનો આક્ષેપ થયો છે. ડેપો મેનેજરે બેઠક બાદ વિતરણની સૂચના હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, પ્રાયોજના વહીવટદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનોને જવાબ મળ્યો ન હોવાનો દાવો છે. હવે ખેડૂતોને કીટો ક્યારે મળશે તે સવાલ છે.

આ સમાચાર શેર કરો