Video: રામકૃષ્ણ સ્વામી મહિલા સાથે હોટેલમાં જોવા મળતા વિવાદ, મંદિર તંત્રએ બરતરફ કરી આપ્યો આ ખુલાસો
કોટેશ્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા રામકૃષ્ણ સ્વામી એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા વિવા

કોટેશ્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા રામકૃષ્ણ સ્વામી એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતા જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે.
સ્વામીએ સ્વેચ્છાએ ધર્મ ત્યાગ કરી સાંસારિક જીવનની શરૂઆત કરી: મંદિર તંત્ર
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત વિવાદમાં સપડાયા છે. કોટેશ્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા રામકૃષ્ણ સ્વામી એક મહિલા સાથે હોટેલમાં જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. મંદિર તંત્રએ ખુલાસો કર્યો છે કે સ્વામીએ સ્વેચ્છાએ ધર્મ ત્યાગ કરી સાંસારિક જીવનની શરૂઆત કરી છે. જોકે, ચર્ચા છે કે સમગ્ર મામલાને દબાવવા માટે મંદિર દ્વારા આ પ્રયાસ કરાયો હતો.
જાહેરાત








