Jamnagar: જેલમાં ઉજવાયો રક્ષાબંધનનો પર્વ, ભાઈઓને રાખડી બાંધવા આવી બહેનો

આજે રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે જામનગર જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો. લાંબા સમયથી રાહ જોતી બહેનો તેમના

આજે રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે જામનગર જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો. લાંબા સમયથી રાહ જોતી બહેનો તેમના જેલમાં રહેલા ભાઈને રાખડી બાંધવા આવી હતી. 

જામનગર જિલ્લા જેલમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતા તહેવાર નિમિતે બહેનો પોતાના ભાઈને રક્ષારૂપી રાખડી બાંધવા જેલમાં પહોચી હતી. સાથે સાથે રક્ષાબંધનના પર્વમાં રાખડી બાંધતા સમયે બહેનોની આંખો ભીની થતા લાગણી સભર વાતાવરણ સર્જાયું હતું. .જેલ પ્રશાસન દ્વારા આ તહેવારને લઇ ખાસ વ્યવસ્થાઓ કરાઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત