મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ શેખાવતની અટકાયત કરી પોલીસવાનમાં બેસાડતી વખતે પાઘડી નિકળી જતા થયા લાલઘુમ, જુઓ VIDEO

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિયોમાં આક્રોશ યથાવત છે.અમદ

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિયોમાં આક્રોશ  યથાવત છે.અમદાવાદમાંકરણી સેનાના નેતા રાજ શેખાવતની પોલીસ દ્વારા એરપોર્ટ ઉપર જ અટકાયત કરી લેવામાં આવી છે. કરણી સેનાના નેતા રાજ શેખાવતની અટકાયત કરી હતી. રાજ શેખાવતને પોલીસવાનમાં બેસાડતી વખતે પાઘડી નિકળી જતા તેઓ લાલઘુમ થયા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો.

આજે બપોરે તેઓ વિરોધ પ્રદર્શન કરે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. કરણી સેનાએએ જોહરની ચીમકી ઉચ્ચારી હતી.જેના પગલે પહેલેથી જ સમગ્ર ગુજરાતમાં કડક સરુક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.અમદાવાદ એરપોર્ટ પર રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે..તેમજ તેમને અમદવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઇ જવામાં આવ્યા છે.

રાજ શેખાવતની  અટકાયત કરીને સાયબર ક્રાઇમ લઇ જવામાં આવ્યા હતા. કરણીસેનાએ સાયબર ક્રાઇમ ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા. રાજ શેખાવતની પાઘડી  ઉતારવામાં મામલે કરણીસેનામાં નારાજીગી ફેલાઇ હતી.પોલીસ સામે કરણીસેનાએ નારાજગી વ્યક્ત કરી હતી.સાયબર ક્રાઇમ ખાતે કરણીસેનાનો જમાવડો જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો