VIDEO : MD ડ્રગ્સ સાથે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, રાજકોટ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ
રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે ઓપરેશન હાથ ધરી રાજસ્થાનથી સ

રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે ઓપરેશન હાથ ધરી રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કારને આંતરીને 301 ગ્રામ MD ડ્રગ્સ સાથે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કડીથી કડી મેળવીને ડ્રગ્સ લાવનાર તેમજ ધોરાજીની કુખ્યાત રૂખશાના ઉર્ફે રૂકલી સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ષડયંત્રમાં હવે માત્ર જોધપુરનો મુખ્ય સપ્લાયર અફઝલ વોન્ટેડ છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.







