મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, બે સપ્તાહથી દર્દીને નથી મળી રહી દવા

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે. થાનથી આવેલ દર્દીને સિવિલમાં દવા ન મળતા બહારથી દવા લેવાનું જણાવવામાં આવ્યું હતુ.

દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબે કહ્યું હતુ કે, દવા અહીંયા નહીં મળે બહારથી લેવી પડશે. બહારથી 4000 થી 5000 રૂપિયાની દવા મળે છે. આ દર્દીએ 5 મહિના પહેલા મગજનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે છેલ્લા બે સપ્તાહથી આ દર્દીને દવા મળી રહી નથી.

આ સમાચાર શેર કરો