રાજકોટ: પરીક્ષા આપ્યા વિના પોલીસ બનાવશે તેવો વાયદો કરનારો ઝડપાયો, નકલી IPS બની કરી હતી લાખોની ઠગાઈ

ગુજરાતના પોલીસ દળમાં વિ

સોર્સ: GSTV

ગુજરાતના પોલીસ દળમાં વિવિધ ભરતી મામલે આગામી સમયમાં પરીક્ષાનું આયોજન થશે. આ માહોલ વચ્ચે તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. સરકારી નોકરી મેળવવાની લાલચમાં ગુજરાતમાં ઘણા લોકો છેતરાતા હોય છે. આ કિસ્સામાં વધુ એક ઉમેરો થયો છે. રાજકોટથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં નકલી IPS બની નોકરીની લાલચ આપી ઠગાઈ કરનાર ઝડપાયો છે.

જેમાં વિવેક દવે અને હરિ ગમારા નામના શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ આરોપીઓએ PSI અને અને DSP બનાવી દેવાની લાલચ આપીને રૂપિયા 2 કરોડ 36 લાખની રકમ પડાવી હતી.

જાહેરાત

ક્રાઈમ બ્રાંચે વિવેક દવે નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સમગ્ર મામલે હરિ ગમારા હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. આ આરોપીની હોંશિયારી તો જુઓ, તે વિવિધ કાર્યક્રમોમાં નકલી IPS બનીને એન્ટ્રી મારવા હાજરી આપતો હતો. આ આરોપીને પોલીસનો ડર નહોતો.

આરોપીઓને ફરિયાદી રૂપિયા આપતા હોઈ તેવો વીડિયો પણ પોલીસને આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે ફરીયાદીઓએ પોલીસ ફરિયાદ કરતા આ મોટી છેતરપિંડી સામે આવી હતી. જેમાં પોલીસે આ નકલી IPSને ઝડપી પાડ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ મામલે વધુ માહિતી જણાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત