VIDEO: રાજકોટ: પૂર્વ TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો, ક્રાઈમ બ્રાન્ચે જેલમાંથી લીધો કબજો
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ક્ર

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મનસુખ સાગઠિયાનો કબ્જો લીધો છે.પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો હતો, આ મામલે ક્રાઈમ બ્રાન્ચ આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.
અગ્નિકાંડ પછી સાગઠીયાએ પોતાના બચાવમાં બનાવી હતી નોટ્સ
અગ્નિકાંડ પછી સાગઠીયાએ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિવિધ મીટિંગોની મીનીટ્સ બુક પુરાવા તરીકે રજૂ કરી હતી. જેમાં અલગ અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી.
કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો
તેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહી હતી. જોકે SITને શંકા જતા તપાસ કરતાં આ મીનીટ્સ બુક બોગસ હોવાનું અને એક સાથે લખાયાનું જાણવા મળતાં સાગઠીયા સામે બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો.
અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરાયા પછી ગત રોજ જેલમાંથી કબજો મેળવી ધરપક કરી ક્રાઈમ બ્રાન્ચે બોગસ મીનીટ્સ બુક સંદર્ભે પૂછપરછ કરી હતી.






