VIDEO : વિવાદિત નિવેદન બાદ રાજેશ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું
Junagadh News : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના પ

Junagadh News : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કોઈને છોડીશ નહીં.
પ્રાચીમાં સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલા નિદેવન અંગે ખુલાસો કર્યો છે. રાજેશ ચુડાસમાએ કહ્યું કે..જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેવા લોકો માટે મે આ વાત કહી. આવા લોકો વિરાધમાં રહ્યાં હોય માટે દુખ થયું એટલે બોલાઈ ગયું. સાથે જ કહ્યું કે. તાલાલાના ધારાસભ્ય ભગવાનજી બારડએ મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી.




