મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટનાની NMCH હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા: ઓર્થો વિભાગમાં સાપ દેખાતા ફફડાટ

બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદને કારણે નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં

તસવીર: gstv

બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદને કારણે નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં ગંભીર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલના ઓર્થોપેડિક સહિતના અનેક મહત્વના વિભાગો તેમજ વોર્ડમાં વરસાદી પાણી ઘૂસી જતાં દર્દીઓ અને તબીબી સ્ટાફ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ઓર્થો વિભાગના પાણી ભરાયેલા વોર્ડમાં એક મોટો સાપ તરતો જોવા મળતાં હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો. દર્દીઓ પોતાના બેડ પર ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. દર વર્ષે ચોમાસામાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ સનાતન સમસ્યાને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે દર્દીઓના સગાંઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો