મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું, રાજ્યના અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં પવન સાથે વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્ત

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમદાવાદમાં વરસાદ

મળતી માહિતી અનુસાર, અમદાવાદ રવિવારે (ચોથી મે) વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. જેમાં સીધું ભવન રોડ,  વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.

બનાસકાંઠાના વાતાવરણમાં પલ્ટો

બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાળાની ઋતુમાં મધરાત્રે અને મોડી સાંજે થરાદ, મોરથલ, બેવટા, ડુવા અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને ભારે કરા પડ્યા હતા. આ અણધાર્યા હવામાને ખેડૂતોમાં ચિંતા વધારી છે, કારણ કે કરા પાકને નુકસાન પહોંચાડી શકે છે.  

પાટણ જિલ્લામાં વરસાદ

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો. મધ્યરાત્રિએ પાટણ શહેરમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ.આ અચાનક ફેરફારને કારણે ઘરની બહાર કે ધાબા પર સૂતેલા પરિવારોમાં દોડધામ મચી ગઈ. સખત પવનને લીધે ધૂળ ઉડતાં વાતાવરણ ધૂંધળું બન્યું, અને વહેલી સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. આ ફેરફારથી ઉનાળાની ગરમીમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ ખેડૂતો અને રહેવાસીઓમાં અણધાર્યા હવામાનને લઈ ચિંતા પણ જોવા મળી શકે છે. 

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પાલનપુર, વડગામ, અને દાંતીવાડામાં વરસાદ વરસ્યો…જ્યારે માઉન્ટ આબુમાં કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો. વાતાવરણમાં અચાનક આવેલા આ પલટાથી ગરમીમાં રાહત મળી, પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ભારે થી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે..

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો

મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો...વડનગર સહિત જિલ્લાના અન્ય સ્થળોએ પણ વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે,  

આ સમાચાર શેર કરો