મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: વરસાજે આયર્લેન્ડની વિશ્વકપમાં ડાયરેક્ટ એન્ટ્રીની બાજી બગાડી

આયરલેન્ડ ક્રિકેટ ટીમ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ O

તસવીર: gstv

આયરલેન્ડ ક્રિકેટ ટીમ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ ODI મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ થતાં જ આયરલેન્ડની ટીમ 2027ના I વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવાની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. હવે આયરલેન્ડે વર્લ્ડ કપની મુખ્ય ટૂર્નામેન્ટમાં પહોંચવા માટે ક્વોલિફાયર રાઉન્ડ માંથી પસાર થવું પડશે. અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં સતત ખરાબ હવામાન અને વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો. આખરે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમોને પોઈન્ટ્સ વહેંચવા પડ્યા હતા. ડાયરેક્ટ ક્વોલિફિકેશનની રેસમાં જીવંત રહેવા માટે આયરલેન્ડ માટે આ સીરિઝની તમામ 3 મેચો જીતવી અત્યંત જરૂરી હતી, પરંતુ પ્રથમ મેચ રદ થતાં જ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું હતું.

આ સમાચાર શેર કરો