Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ireland's women's cricket team is amazing, beating this strong team made waiting for the semi-finals difficult

આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની કમાલ, આ મજબૂત ટીમને હરાવી સેમિફાઇનલની રાહ બનાવી મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની કમાલ, આ મજબૂત ટીમને હરાવી સેમિફાઇનલની રાહ બનાવી મુશ્કેલ
સોર્સ : gstv

આયર્લેન્ડ ક્રિકેટ માટે 26 અને 27 જૂન, 2026ના 24 કલાક ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. પહેલા આયર્લેન્ડની પુરુષ ટીમે મજબૂત ભારતીય ટીમને હરાવીને ચમત્કાર કર્યો હતો. આ ઐતિહાસિક જીતના બરાબર 24 કલાક પછી આયર્લેન્ડની મહિલા ટીમે પણ કમાલ કરી બતાવી અને વિમેન્સ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને નવો ઈતિહાસ રચી દીધો છે.

App Store

પુરુષ બાદ મહિલા ક્રિકેટ ટીમે કર્યો કમાલ

બેલફાસ્ટમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડની પુરુષ ટીમે ભારતને 34 રનથી હરાવીને મોટી સફળતા મેળવી હતી. ભારત સામે સતત 11 મેચ હાર્યા બાદ આયર્લેન્ડને આ પહેલી જીત મળી હતી, ત્યારે આ મહાન વિજયની ખુશીમાં વધુ એક ખુશી ઉમેરાઈ ગઈ છે. બ્રિસ્ટલના મેદાન પર આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને બીજો મોટો ઉલટફેર કરી દીધો.

વેસ્ટ ઈન્ડિઝનું સેમિફાઇનલ માટે સેમિફાઇનલની રાહ મુશ્કેલ

ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ચૂકેલી આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો આપ્યો છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે વેસ્ટ ઈન્ડિઝને આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી, પરંતુ આયર્લેન્ડની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી. આયર્લેન્ડ તરફથી કારા મરેએ 13 રન આપીને 2 વિકેટ અને એમી મેગ્વાયરે 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ઓરલા પ્રેન્ડરગાસ્ટની તોફાની બેટિંગ

129 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન ગેબી લુઈસ માત્ર 26 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ઓરલા પ્રેન્ડરગાસ્ટે બાજી સંભાળી હતી. તેણે માત્ર 44 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમીને મેચનું પાસું પલટી નાખ્યું હતું અને આયર્લેન્ડે 19મી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી લીધી હતી.

વર્લ્ડ કપમાં 21 હારનો સિલસિલો તૂટ્યો

આયર્લેન્ડની મહિલા ટીમ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ તેમની સૌથી પહેલી જીત છે. આ પહેલા આયર્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સતત 21 મેચ હારી ચૂકી હતી. આ હાર સાથે જ વેસ્ટ ઈન્ડિઝ માટે સેમિફાઇનલની રેસ મુશ્કેલ બની ગઈ છે અને હવે ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડમાંથી કઈ ટીમ આગળ જશે તેનો નિર્ણય આગામી મેચ પર રહેશે.