IND vs IRE / બીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, સુર્યાંશ અને પ્રિન્સને મળી ડેબ્યુ કેપ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે (28 જૂન) 2 મેચની T20 સિરીઝની બીજી અને છેલ્લી મેચ બેલફાસ્ટમાં રમાઈ રહી છે. આયરલેન્ડે પહેલી મેચ 34 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ ડ્રો કરવા માંગશે. આ મેચમાં ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં સુર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવ T20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યુ કરી રહ્યા છે. જ્યારે વૈભવ સૂર્યવંશીએ ડેબ્યુ માટે હજુ રાહ જોવી પડશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સુર્યાંશ શેડગે, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
આયર્લેન્ડ: ટિમ ટેક્ટર, રોસ એડાયર, હેરી ટેક્ટર, લોરકાન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકાર્થી, મેથ્યુ હમ્ફ્રીસ, જય મુંદડા, મેથ્યુ હોલાર્ડ.

