રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે: આણંદ ખાતે ત્રણ દિવસીય સંગઠન સર્જન શિબિરમાં હાજરી આપશે

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચતા જ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી વડોદરાથી સીધા આણંદ જવા માટે રવાના થયા હતા. 

આણંદ ખાતે ત્રણ દિવસીય શિબિરનું આયોજન

જાહેરાત

 આણંદ ખાતે 26થી 28 જુલાઇ દરમિયાન યોજાનારી ત્રણ દિવસીય સંગઠન સર્જન અભિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને તાલીમ આપવામાં આવશે, જેનો હેતુ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષની રણનીતિ મજબૂત કરવાનો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ જિલ્લા પ્રમુખોને રાજકીય રણનીતિ, સંગઠન મજબૂતીકરણ અને જનતાના મુદ્દાઓ ઉઠાવવા અંગે માર્ગદર્શન આપશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત