મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: રહાણેએ ભાવુક સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું

ટીમ ઈન્ડિયા માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. દમદાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરર

તસવીર: gstv

ટીમ ઈન્ડિયા માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. દમદાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતના સિનિયર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ અજિંક્ય રહાણેએ સંન્યાસની જાહેરાત કરતાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે હવે આગળ વધવાનો યોગ્ય સમય આવી ગયો છે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. રહાણે IPL ની ગત સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો, પરંતુ હવે તે આ T20 લીગમાં પણ રમતો જોવા નહીં મળે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કેપ નંબર 278, હવે અહીં જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ.

આ સમાચાર શેર કરો