Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ajinkya Rahane takes a dig at Pakistan's T20 World Cup boycott drama

અજિંક્ય રહાણેએ પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ બોયકોટ કરવાના ડ્રામા પર કર્યો કટાક્ષ, કહ્યું- 'તેની હિંમત જ નથી'

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
અજિંક્ય રહાણેએ પાકિસ્તાનના T20 વર્લ્ડ કપ બોયકોટ કરવાના ડ્રામા પર કર્યો કટાક્ષ, કહ્યું- 'તેની હિંમત જ નથી'
સોર્સ : GSTV

ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ ટીમને બહાર કરવાનો પાકિસ્તાન વિરોધ કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારતમાં તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતા દર્શાવીને ટીમને વર્લ્ડ કપમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો. ICCએ તેને પોતાનો વિચાર બદલવા માટે સમય આપ્યો હતો, પરંતુ જ્યારે તેણે ઈનકાર કર્યો, ત્યારે તેના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું. ICCના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેની સરકાર સાથે સલાહ લીધા પછી જ નિર્ણય લેશે, જેને લઈને તેણે હજુ પણ કોઈ નિર્ણય નથી લીધો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેએ હવે પાકિસ્તાનના આ ડ્રામા અંગે નિવેદન આપ્યું છે.

App Store

'પાકિસ્તાન પાસે ઈનકાર કરવાની હિંમત નથી'

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી થોડા દિવસોમાં T20 વર્લ્ડ કપ અંગે પોતાનો નિર્ણય લેશે, પરંતુ તે પહેલા તેણે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેએ પાકિસ્તાનના આ ડ્રામા પર ટિપ્પણી કરી છે. તેણે એક નિવેદનમાં કહ્યું, "મને નથી લાગતું કે પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમવાનો ઈનકાર કરી શકશે. તેની પાસે એટલી હિંમત જ નથી." પાકિસ્તાને ભૂતકાળમાં અનેક ધમકીઓ આપી છે, જેના કારણે તે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝ રમ્યા બાદ કોલંબો જવા રવાના થશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં આગામી T20 વર્લ્ડ કપ પહેલા ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયન ટીમ સામે ત્રણ મેચની T20I સિરીઝ રમી રહી છે. પહેલી મેચ 29 જાન્યુઆરીએ, જ્યારે બીજી અને ત્રીજી મેચ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી પાકિસ્તાન ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે શ્રીલંકાના કોલંબો જવા રવાના થાય તેવી અપેક્ષા છે. આગામી ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે, જેમાં તે ભારત સાથે ગ્રુપ Aનો ભાગ છે અને 15 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાનો સામનો કરશે.