Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : USA's player Suspended Over Fixing Allegations Ahead of T20 World Cup 2026

T20 વર્લ્ડ કપ 2026 પહેલા USAની ટીમને લાગ્યો મોટો ઝટકો, મેચ ફિક્સિંગના આરોપો બાદ સસ્પેન્ડ થયો આ ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026 પહેલા USAની ટીમને લાગ્યો મોટો ઝટકો, મેચ ફિક્સિંગના આરોપો બાદ સસ્પેન્ડ થયો આ ખેલાડી
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. 8 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ પહેલા USAની ટીમને મોટો ઝટકો લાગ્યો છે છે. ટીમના સ્ટાર બેટ્સમેન એરોન જોન્સને મેચ ફિક્સિંગના આરોપો બાદ અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે અમેરિકાએ હજુ સુધી T20 વર્લ્ડ કપ માટે તેની સ્કવોડની જાહેરાત નથી કરી.

App Store

જોન્સ પર પાંચ આરોપો

બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને ICCએ જાહેરાત કરી હતી કે અમેરિકન બેટ્સમેન એરોન જોન્સ પર CWI અને ICCના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના પાંચ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપો મુખ્યત્વે 202324 સિઝનમાં બાર્બાડોસમાં બિમ10 ટુર્નામેન્ટ દરમિયાન થયેલી કથિત ઘટનાઓ સાથે સંબંધિત છે. આ CWIના ભ્રષ્ટાચાર વિરોધી નિયમો હેઠળ આવે છે. પાંચમાંથી બે આરોપો આંતરરાષ્ટ્રીય મેચો સાથે પણ સંબંધિત છે અને ICCના ભ્રષ્ટાચાર વિરોધી નિયમો હેઠળ આવે છે.

CWI નિયમો હેઠળ જોન્સ પર બિમ10 ટુર્નામેન્ટમાં મેચ ફિક્સિંગ અથવા ફિક્સિંગનો પ્રયાસ કરવાનો, ભ્રષ્ટાચારમાં સામેલ થવાની ઓફર જાહેર કરવામાં નિષ્ફળ રહેવાનો અને નિયુક્ત ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવતી યોગ્ય તપાસમાં સહકાર આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ICCએ કેસ નોંધ્યો

વધુમાં ICCએ જોન્સ સામે ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) ને ભ્રષ્ટાચારમાં સામેલ થવાની ઓફર અથવા આમંત્રણોની વિગતો સંપૂર્ણપણે જાહેર કરવામાં નિષ્ફળ રહેવા અને તપાસ સાથે સંબંધિત માહિતી છુપાવીને અથવા તેની સાથે ચેડા કરીને ACUની તપાસમાં અવરોધ ઉભો કરવા બદલ કેસ દાખલ કર્યો છે.

14 દિવસની અંદર આપવો પડશે જવાબ

જોન્સને તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેણે 28 જાન્યુઆરી, 2026થી લાગુ થતા 14 દિવસની અંદર આરોપોનો જવાબ આપવો પડશે. ICCએ જણાવ્યું હતું કે શિસ્ત કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે આ બાબતે વધુ કોઈ ટિપ્પણી નહીં કરે.

31 વર્ષીય જોન્સે USA માટે 100 આંતરરાષ્ટ્રીય મેચ (52 ODI અને 48 T20I) રમી છે. તે T20 ક્રિકેટમાં પણ સક્રિય રહ્યો છે. તે અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સિએટલ ઓર્કાસ અને CPLમાં સેન્ટ લુસિયા કિંગ્સ માટે રમી ચૂક્યો છે. તેણે 2024માં કિંગ્સની ફાઈનલમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. જોન્સ છેલ્લે નવેમ્બર 2025માં અબુ ધાબી T10 લીગમાં રમ્યો હતો.