મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-કલેકટર સાહેબ સુરતના લાચાર મતદારો માટે કંઈક બોલો, કુંભાણીને લઈને પૂર્વ કોર્પોરેટરના દેખાવ

સુરત લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા જે દાવ રમવામાં આવ્યો

સુરત લોકસભા બેઠક બિનહરિફ થઈ છે. કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા જે દાવ રમવામાં આવ્યો હતો. તેને લઈને મતદારોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોવાની લાગણી ઘણા અનુભવી રહ્યાં છે. ત્યારો કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ આ મુદ્દે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આપના નેતા અને પૂર્વ કોર્પોરેટરે કલેક્ટર કચેરીએ અનોખો દેખાવ યોજ્યો હતો.

જાગૃતિ ફેલાવાઈ પણ અધિકારનું શું ?

કલેક્ટર કચેરીએ દેખાવ કરનાર દિનેશ કાછડીયાએ બેનર લગાવીને કલેક્ટરને સવાલો કર્યા હતાં. જેમાં તેમણે લાચાર મતદારો માટે કંઈક બોલવા અનુરોધ કર્યો હતો. તેમણે બેનરમાં લખ્યું કે,  થોડા સમય પહેલા જ સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો. તેની સાથે રાજકીય ડ્રામાં પણ સર્જાયો હતો. ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટેની જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે . ત્યારે કલેકટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રંગોળીઓ બનાવવામાં આવી છે . પરંતુ સુરતની 24 લોકસભાના વિસ્તારના લોકો પોતાનો મત કોને આપશે? તો આ જનજાગૃતિમાં મતદારોનો શું વાંક તેના માટે શું તેવા સવાલો કરાયા હતાં.

ઉમેદવાર વેચાયા લોકો નહીં

નિલેશ કુંભાણી પોતાના ટેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયા છે. લોકોના મતનો સોદો કરવામાં આવ્યો છે તેવું કહી શકાય છે. જેનો જવાબ સુરત કલેકટરે આજ દિવસ સુધી આપ્યો નથી. કોઈના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી આ સવાલો સાથે કલેક્ટરને રજૂઆત કરી છે. મારે મારો મત આગામી 7મીએ આખું ગુજરાત મતદાન કરતું હશે ત્યારે મારે મારો મત કોને આપવો તેવો સવાલ કરવા આવ્યો છું. ઉમેદવારો વેચાઈ ગયા છે. મતદારો નહી. તેથી આવા સવાલો સાથે હું આવ્યો છું.

આ સમાચાર શેર કરો