Surendranagar: જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિરોધ યથાવત, કલેક્ટરને કરાઈ રજૂઆત

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિરોધ યથાવત છે. એમ.પી.શાહ કેલેજ ખાતે યોજાનાર લોકમેળાનું સ્થાન બદલવા ઉગ્ર

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિરોધ યથાવત છે. એમ.પી.શાહ કેલેજ ખાતે યોજાનાર લોકમેળાનું સ્થાન બદલવા ઉગ્ર માગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જ લોકમેળો યોજવા માંગ કરવામાં આવી છે. કોલેજમાં લોકમેળો યોજાશે તો 1 હજારથી વધુ વિદ્યાર્થીઓનું  શિક્ષણ બગડશે.  વઢવાણ સ્ટેટ દ્વારા લોકમેળો યોજવા ફાળવામાં આવેલ ગ્રાઉન્ડનો તંત્ર ગેરઉપયોગ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે  કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર દ્વારા તાત્કાલિક નિર્ણયની માગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત