મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુવિધાઓના અભાવે મોરબી ધારાસભ્યના કાર્યાલય પર થાળી-વેલણ સાથે વિરોધ

મોરબીના રવાપર રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિ

તસવીર: gstv

મોરબીના રવાપર રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમસ્યાઓના ઉકેલની માંગ સાથે મોટી સંખ્યામાં રહીશો ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલયે પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ લઈને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ રસ્તા, પાણી, ગટર સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહેલા રહીશોએ તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી વિસ્તારમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

આ સમાચાર શેર કરો