Surendranagar:આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓનો વિરોધ, પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર
સુરેન્દ્રનગરના પાટડીમાં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોએ વિરોધ નોંધાવ્યો છે. માહિતી અનુસાર 7 પાસ વર્કરો અને હેલ્પરો પાસે
સુરેન્દ્રનગરના પાટડીમાં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોએ વિરોધ નોંધાવ્યો છે. માહિતી અનુસાર 7 પાસ વર્કરો અને હેલ્પરો પાસે BLOની કામગીરી કરાવવામાં આવી રહી છે, સાથે જ અંગ્રેજીમાં ફોર્મ ભરાવવામાં આવી રહ્યાં છે. આટલુ જ નહીં પણ ICDSની કામગીરી પણ વર્કરો અને હેલ્પરો પાસે કરાવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ MRS સ્કીમમાં OTPથી કામગીરી કરવામાં આવતી હોવા થી લાભાર્થીઓ સાથે છેતરપિંડીની ઘટના બનતી હોવાના પણ આક્ષેપ કરાયા છે, ત્યારે હવે આ સમગ્ર મામલે વર્કરો અને હેલ્પરમાં ફરજ બજાવતી મહિલાઓ પાટડી મામલતદાર કચેરી ખાતે એકઠી થઈ હતી. સરકારી કામ માટે પણ મહિલાઓએ ખાનગી મોબાઈલ વાપરવા પડે છે, જેને લઈને મહિલાઓમાં રોષ છે. ત્યારે આ મામલે કોઈ અધિકારીઓ પણ જવાબ ન આપતા હોવાનું સામે આવ્યું છે.



