VIDEO: દલિતો પરના અત્યાચારમાં ચૂપ રહેતા સમાજના નેતાઓનો વિરોધ, MLA-MPના ફોટો સાથે નનામી કઢાઈ
સુરતમાં દલિત સમાજના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના sc ધ
સુરતમાં દલિત સમાજના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના sc ધારાસભ્યો, સાંસદોની નનામી કાઢી અનોખો વિરોધ કર્યો હતો. સતત વધતા દલિતો ઉપર અત્યાચાર છતાં sc નેતા કઈ બોલવા ત્યાર નથી. ગુજરાત ભરમાં દલિત સમાજના નેતાઓ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. સુરતમાં અનુ.જાતિ સમાજ દ્વારા સમાજના ધારાસભ્ય, સાંસદોનો વિરોધ કરાયો હતો. અમરોલીમાં અનુ.જાતિ અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય,સાંસદોનો વિરોધ કરાયો હતો. ધારાસભ્યો,સાંસદોના ફોટા સાથે અંતિમયાત્રા કાઢી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્ય, સાંસદોના બેનરનું દહન કરવામાં આવ્યું હતું. અનુ.જાતિ સમાજ પર થતા અત્યાચાર વિરુદ્ધ ધારાસભ્ય,સાંસદો અવાજ ન ઉઠાવતા હોવાનો આરોપ કરાયો છે. અનામત સીટો ઉપર જીત્યા બાદ સમાજ યાદ નથી રાખતા. સમગ્ર વિરોધને લઈને અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જેથી વિરોધ કરી રહેલા અનુ, જાતિ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.






