મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બગોદરા- વટામણ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસને નડ્યો અકસ્માત, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બગોદરા- વટામણ હાઇવે પર ખાન

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બગોદરા- વટામણ હાઇવે પર ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બગોદરાની તારાપુર ચોકડી પાસે થઈ હતી.

ખાનગી લકઝરી બસ ચાલકને ઝોકું આવી જતા દુર્ઘટના સર્જાઈ

પ્રાથમિક માહિતી અનુસાર ખાનગી લકઝરી બસ ચાલકને ઝોકું આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ બંધ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી.

આ પણ વાંચો: BZ કૌભાંડ: એજન્ટ શિક્ષકો રજા પર, ઘરે ખંભાતી તાળા; CID ક્રાઇમના અરવલ્લી સાબરકાંઠામાં ધામા

 6 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા

ઘટનાની જાણ થતાં બગોદરા,બાવળા,ફેદરાથી એમ્બ્યુલન્સો પહોંચીને તાત્કાલિકના ધોરણે ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ 6 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો