VIDEO: ભાવનગર જેલમાં સિપાઈ પર કેદીનો હુમલો
ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલ સિપાઈ દિગ્વિજયસિંહ ગોહીલ પર કાચા કામના કેદી ચિરાગ મકવાણાએ અચાનક હુમલો કરી

ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલ સિપાઈ દિગ્વિજયસિંહ ગોહીલ પર કાચા કામના કેદી ચિરાગ મકવાણાએ અચાનક હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. અગાઉ કેદીને પોતાની બેરેકમાં જવા કહેવામાં આવ્યું હોવાથી અદાવત રાખી આરોપીએ સિપાઈને એકલતાનો લાભ લઈ મુઢ માર માર્યો હતો. હુમલામાં જેલ સિપાઈના ડાબા કાનનો પડદો તૂટી ગયો હોવાનું સર ટી. હોસ્પિટલની તબીબી તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટ અને હુમલા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીનો કબજો મેળવી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.




