VIDEO: ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગ્રામ્ય વિસ્તારો પાણી-પાણી
ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. પાલિતાણા, જેસર, તળાજા, સિહોર, બગદાણા, સોનગઢ

ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. પાલિતાણા, જેસર, તળાજા, સિહોર, બગદાણા, સોનગઢ, ઘોઘા અને અલંગ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ પાલિતાણા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં.




