VIDEO: ખંડણીના મામલામાં સસ્પેન્ડ કરાયેલી મહિલા કોન્સટેબલના પકડવા પોલીસ ભાવનગર પહોંચી
ખંડણીની ફરિયાદમાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પકડવા સુરત પો

ખંડણીની ફરિયાદમાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પકડવા સુરત પોલીસની ટીમ ભાવનગર પહોંચી હતી. પુના પોલીસ સ્ટેશનમાં રાજુ ભમ્મર દ્વારા નયના બારૈયા અને કીર્તિ પટેલ સામે ખંડણી તેમજ બદનામીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે સુરત પોલીસની ટીમ આજે વહેલી સવારે છ વાગ્યે ભાવનગરની રોયલ પાર્ક સોસાયટીમાં નયના બારૈયાના ઘરે દાવો કરી હતી. ત્યાં પહોંચતાં નયના બારૈયા ઘરે મળી આવ્યા ન હતા. પોલીસે આગળની તપાસ અને શોધખોળ તેજ કરી છે




