VIDEO: ભાવનગરમાં ગૌસેવકોની હડતાલ...કલેકટરને આવેદન અપાયુ
ભાવનગર જિલ્લામાં ગૌસેવક સામેની ફરિયાદના વિરોધમાં ગૌશાળાઓ હડતાલ પર છે..અને નવી બીમાર ગાયોનો સ્વીકાર બંધ

ભાવનગર જિલ્લામાં ગૌસેવક સામેની ફરિયાદના વિરોધમાં ગૌશાળાઓ હડતાલ પર છે..અને નવી બીમાર ગાયોનો સ્વીકાર બંધ થતા રસ્તા પર અબોલ પશુઓની દયાજનક સ્થિતિ સર્જાઈ છે. 1962 હેલ્પલાઈન પર પણ યોગ્ય પ્રતિસાદ ન મળતો હોવાનોઆક્ષેપ કરાયો છે.જેને લઈ અને મોટી સંખ્યામાં સરપંચોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ... સરપંચોઓ પશુચિકિત્સક ટીમ દ્વારા રસ્તા પર જ સ્થળ પર તાત્કાલિક સારવારની વ્યવસ્થાકરવા તેમજ સરકાર અને ગૌશાળા સંચાલકો વચ્ચે સકારાત્મક વાટાઘાટો યોજી હડતાલનો વહેલી તકે સુખદ અંત લાવવાની માંગ કરી હતી..




