મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેશની ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રા માટે ભાવનગરમાં તડામાર તૈયારીઓ, ૧૭ કિમી લાંબા રૂટનું કરાયું નિરીક્ષણ!

ભાવનગરમાં આગામી ૧૬ તારીખના રોજ પરંપરાગ

તસવીર: gstv

ભાવનગરમાં આગામી ૧૬ તારીખના રોજ પરંપરાગત રીતે યોજાનારી દેશની ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ભાવનગરના મેયરની અધ્યક્ષતામાં સ્ટેડનિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા, શાસક પક્ષના નેતા લાલભા ગોહિલ તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રથયાત્રાના ૧૭ કિલોમીટર લાંબા રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભીખુભાઈ પ્રેરિત આ રથયાત્રા દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારની અડચણ ન નડે અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ તથા સલામતીપૂર્વક સંપન્ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે તંત્ર દ્વારા રૂટ પર આવશ્યક સુવિધાઓ અને સમસ્યાઓના તત્કાલીન નિકાલ માટેની સમીક્ષા કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ ભાવિક ભક્તો આ ધર્મોત્સવનો લાભ લઈ શકે.

આ સમાચાર શેર કરો