મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં ઇમોરલ ટ્રાફિકિંગના ગુનામાં કમાયેલી સંપત્તિ જપ્ત

ભાવનગરમાં ઇમોરલ ટ્રાફિકિંગના ગુનામાં કમાયેલી સંપત્તિ જપ્ત કરવાના દાખલારૂપ ક

તસવીર: gstv

ભાવનગરમાં ઇમોરલ ટ્રાફિકિંગના ગુનામાં કમાયેલી સંપત્તિ જપ્ત  કરવાના દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી.  ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇવા સુરભી મોલમાં પોલીસે આ કાર્યવાહી કરી. વારંવાર ઇમોરલ ટ્રાફિકિંગના ગુનામાં સંડોવાયેલી સબાના નામની મહિલા સામે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મહિલાએ ગુનાહિત પ્રવૃત્તિઓ અને અનૈતિક કમાણી દ્વારા મોલમાં એક દુકાન ખરીદી હતી. જે બાદ પોલીસે આ ગેરકાયદેસર સંપત્તિને જપ્ત કરવાની સફળ કામગીરી કરી છે. નાણાકીય લેણદેણની સચોટ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી.

આ સમાચાર શેર કરો