VIDEO: ભાવનગરમાં ખેડૂતોની મહેનત રંગ લાવી, મેથળા ગામે બંધારો ઓવરફ્લો થયો
સોર્સ : gstv
ભાવનગરના મેથળા ગામે લોકભાગીદારી અને ખેડૂતોની અથાગ મહેનતનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં સરકારી તંત્ર વર્ષોથી જે બંધારો ન બનાવી શક્યું તે ખેડૂતોએ પોતાની જાત મહેનત અને પરસેવાથી તૈયાર કરી બતાવ્યું છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે બગડ નદી સહિતની નાની નદીઓનું પાણી આ બંધારામાં ઠલવાતા તે ઓવરફ્લો થયો છે, જેનાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ખેડૂતોના આ સામૂહિક પ્રયાસોનું પરિણામ આજે ખેતી માટે સંજીવની સમાન સાબિત થયું છે અને ગામના લોકોની મહેનત આખરે રંગ લાવી છે.

