VIDEO: સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી ફરાર થઈ જતાં જેલ તંત્રની કાર્યવાહી, ફરજ પરના સુરક્ષાકર્મીઓને કર્યા સસ્પેન્ડ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી માલદે પરમાર ફરાર થઈ ગયો છે. 11મી મ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી માલદે પરમાર ફરાર થઈ ગયો છે. 11મી મેના રોજ સવારે 10 વાગ્યે બડા ચક્કર યાર્ડ-4માંથી કામ કરતી વખતે તેણે મુખ્ય ગેટના સુરક્ષાકર્મીની નજર ચૂકવીને જેલની બહાર નીકળી જવામાં સફળતા મેળવી. પોરબંદરમાં ૨૦૨૩ના હત્યા અને પોસ્કો કેસમાં આજીવન કેદની સજા ભોગવતો આ કેદીના ફરાર થવાથી જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊઠ્યા છે. રાણીપ પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. જેલ તંત્રએ ફરજ પરના સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. થોડા સમય પહેલા જેલમાં કેદીઓ વચ્ચે મારામારીનો બનાવ પણ બન્યો હતો.




