Video: રાજકોટમાં ફી મુદ્દે વી.એમ મહેતા કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને ધમકાવ્યા, પ્રપોઝડ ફીના નામે 60 હજાર ઉઘરાવાયા

રાજકોટમાં ગારડી વિદ્યાપીઠમાં આવેલી વી.એમ મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લ

રાજકોટમાં ગારડી વિદ્યાપીઠમાં આવેલી વી.એમ મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં આચાર્યએ જાહેરમાં વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા. સમગ્ર મામલે તપાસ ટીમ કોલેજમાં આવતા કોલેજ તંત્રએ 30,000 ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવ્યા હતા. 

પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ 

રાજકોટમાં ગારડી વિદ્યાપીઠમાં આવેલી વી.એમ મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રપોઝડ ફીના નામે રૂપિયા 60 હજાર ઉઘરાવ્યા હતા. જોકે વિરોધ દરમિયાન આચાર્યએ જાહેરમાં વિદ્યાર્થીઓને ધમકાવી કહ્યું હતું કે મંત્રી રિવાબા જાડેજાને બોલાવો અથવા પૂનમબેન માડમને ફરિયાદ કરવી હોય તો કરી લો. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે તપાસ ટીમ કોલેજમાં આવતા કોલેજ તંત્રએ 30,000 ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવ્યા હતા. 

આ સમાચાર શેર કરો

જાહેરાત