VIDEO: અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે આરોગ્ય અધિક સચિવની પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 242 લોકોના મોત બાદ ગુજરાતના આરો

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 242 લોકોના મોત બાદ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવે કહ્યું કે, "અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર અને અન્ય રહેણાંક વિસ્તારો આવેલા છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આ વિસ્તારના રહેવાસીઓને પણ ઇજા થઇ હતી. લગભગ 50 ઘાયલોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે."

BJ મેડિકલ ખાતે DNA પરીક્ષણની વ્યવસ્થા કરાઇ

જાહેરાત

આ સાથે જ ધનંજય દ્વિવેદીએ કહ્યું કે, "બી.જે.મેડિકલ ખાતે DNA પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી ફ્લાઇટના મુસાફરોના પરિવારો અને નજીકના લોકો ખાસ કરીને તેમના માતા-પિતા અને બાળકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થળ પર તેમના નમૂનાઓ સબમિટ કરે જેથી પીડિતોની ઓળખ વહેલી તકે થાય.જો મુસાફરોના સંબંધીઓ અને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા અન્ય ઘાયલોને કોઇ પૂછપરછ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ અમદાવાદે બે હેલ્પલાઇન નંબરો-6357373831 અને 6357373841 જારી કર્યા છે. કોઈપણ મદદ માટે આ નંબરોનો સંપર્ક કરી શકો છો"

આ સમાચાર શેર કરો

જાહેરાત