મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાષ્ટ્રપતિ તો લામે બેલ વગાડીને NSEના સત્રનો પ્રારંભ કરાવ્યો; ભારત-વિયેતનામ વચ્ચેની આર્થિક ભાગીદારી પહોંચશે નવી ઊંચાઈએ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 'બેલ રિંગિંગ' સમારોહનું ભવ્ય આયોજન કરવા

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 'બેલ રિંગિંગ' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે વિયેતનામના રાષ્ટ્રપતિ અને જનરલ સેક્રેટરી તો લામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતની મુલાકાતે આવેલા વિયેતનામી રાષ્ટ્રપતિએ NSEના મંચ પરથી પરંપરાગત બેલ વગાડીને શેરબજારના સત્રનો પ્રારંભ કરાવ્યો હતો, જે બંને દેશો વચ્ચેના ગાઢ આર્થિક સંબંધો અને વ્યાપારિક સહયોગનું પ્રતિક માનવામાં આવે છે. આ સમારોહમાં વ્યાપાર જગતના અગ્રણીઓ અને મહાનુભાવોની હાજરીમાં ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો